શું તમે પણ પીવો છો ભેળસેળવાળી ચા? અસલી-નકલી ચાની આ રીતે કરો ઓળખ

ચાની પત્તીમાં ભેળસેળઃ લોકોનું માનવુ છે કે, ચા માથામાં થતા દુઃખાવાનો અક્સીર ઈલાજ છે અને ઘણાં લોકો નિયમિત રૂપે ચ્હાનું સેવન કરે છે. પરંતુ સવાલ એ થાય કે, ચામાં ભેળસેળ હોય તો તેનો ઈલાજ કેવી રીતે થાય? આ દરમિયાન FSSIએ એક એવી ટ્રીકનો ખુલાસો કર્યો છે જેની મદદથી તમે જાણી શકો છો કે ચા અસલી છે કે નકલી.

ભેળસેળવાળી ચા પત્તીની આ રીતે ઓળખ કરો


FSSAIનાં જણાવ્યાનુસાર, જો તમે શુદ્ધ અથવા ભેળસેળયુક્ત ચાની ઓળખ કરવા માગો છો તો, રસોડામાંથી થોડી ચ્હા પત્તી લો અને તેને ફિલ્ટર પેપર પર મૂકી દો. ત્યાર બાદ તેના પર થોડા પાણીના ટીપા નાંખો અને પછી ચા પત્તી હટાવી દો અને હવે અજવાળામાં ફિલ્ટર પેપર ચકાસો.

આ રીતે ખબર પડશે ચા અસલી છે કે નકલી
જો ફિલ્ટર પેપર પર ચાનાં ડાઘ નથી દેખાતા તો એનો મતલબ છે કે તમારી ચા પત્તી શુદ્ધ છે. આનાથી વિરુદ્ધ ફિલ્ટર પેપર પર કાળા અથવા ભૂરા રંગના ધબ્બા દેખાય છે તો સમજી લેજો કે તમારી ચામાં ભેળસેળ થઈ છે. તમે આ સરળ રીત અપનાવીને ચા અસલી છે કે નકલી તેની ઓળખ કરી શકો છો.

નકલી બનાવટની વસ્તુઓ સામે જાગરુકતા ફેલાય તે જરૂરી
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ લોકોને બનાવટી વસ્તુઓ સામે જાગરૂત કરી રહ્યું છે. FSSAI પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ પર નકલી સામાનની ઓળખ કરવા માટે અનેક વીડિયો શેર કરી રહ્યા છે. આ ટ્રીક તમને ખૂબ જ કામમાં આવી શકે છે.

Leave a Comment